મોરબી તાલુકાના પીપળી ગામની શિવપાર્ક સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષીય યુવતીએ લગ્નની વાતને લઈને મનમાં લાગી આવતા, તેણીએ ઘરમાં આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના પીપળી ગામની શિવપાર્ક સોસાયટીમાં રહેતા મૂળરહે. અરણીયા બેડા તા.મેઘપુર જી.ઉજૈન રાજ્ય મધ્યપ્રદેશના વતની પુજાબેન જગદીશભાઈ નઘાજી પરીહાર ઉવ.૧૭ નામની સગીરાએ પોતાના ઘરે પાંખ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતકની માતા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૃતકની ઉમર ઓછી હોવાને કારણે લગ્ન બાબતે માતાએ થોડો સમય રાહ જોવાની વાત કરતા કિશોરીને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









