Thursday, February 12, 2026
HomeGujaratમોરબી: પુત્રના લગ્ન પ્રસંગે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સમાજને પ્રેરણા

મોરબી: પુત્રના લગ્ન પ્રસંગે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સમાજને પ્રેરણા

મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.)એ કુંવર દેવમસિંહજીના લગ્ન નિમિતે મોરબી જલારામ ધામ ખાતે આખો દિવસ મહાપ્રસાદ યોજી માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો હતો. ત્યારે સમાજમાં આ પહેલને વ્યાપક સરાહના મળી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજે સદાવ્રત દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે. આ સેવાયજ્ઞને વધુ અર્થપૂર્ણ બનાવતા મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.) મોટા ખીજડીયાવાળા પરિવારે કુંવર દેવમસિંહજી ઝાલાના લગ્ન પ્રસંગે આખો દિવસ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લોકોએ પ્રસાદનો લાભ લીધો અને ઝાલા પરિવારની આ માનવસેવાની પહેલને બિરદાવી હતી. લગ્ન જેવા આનંદ પ્રસંગને સેવાકાર્ય સાથે જોડીને સમાજને નવી દિશા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. ઝાલા પરિવારના મોભી કરણસિંહજી ધીરૂભા ઝાલા, રઘુવીરસિંહજી ઝાલા (R.K.), કીશોરસિંહજી ઝાલા, દિલાવરસિંહજી ઝાલા અને કુંવર દેવમસિંહજી ઝાલા સહિત પરિવારજનોને મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા સહિત અનેક આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!