હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને વંદન કરવામાં આવ્યું અને “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અમર રહો “ અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના સુત્રોચારના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વક્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના “એકાત્મ માનવવાદ” અને “અંત્યોદય”ના વિચારોથી પ્રેરણા લઈ સમાજના અંતિમ માનવી સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેઓએ જણાવ્યું કે પંડિતજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સાદગી અને નિષ્ઠાનું પ્રતિક હતું અને આજના સમયમાં પણ તેમના વિચારો માર્ગદર્શક છે. કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ રાષ્ટ્રસેવામાં વધુ સક્રિય રહેવાનો સંકલ્પ લીધો.









