Saturday, February 14, 2026
HomeGujaratમોરબી: લીલાપર રોડ ઉપર માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાધો

મોરબી: લીલાપર રોડ ઉપર માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાધો

મોરબી તાલુકાના લીલાપર રોડ વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવતીએ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, આરતીબેન વાલજીભાઈ ખેંગારભાઈ પરમાર ઉવ.૨૫, રહે.લીલાપર રોડ વિલ્સન પેપરમિલની બાજુમાં રોમ સીરામીક સામે ઇંટોના ભઠ્ઠા પાસે તા.જી. મોરબી વાળા છેલ્લા એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની દવા ચાલુ હતી. ત્યારે ગઈકાલ તા.૧૩/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાનના રૂમમાં છતના પતરા નીચે આવેલી લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!