Sunday, February 15, 2026
HomeGujaratમોરબી: વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી: વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબીના પાડાપુલ નીચેથી ઝડપી પાડી સબજેલ હવાલે કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર નાસતા ફરતા તથા પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને મોરબી એલ.સી.બી.ના પીએસઆઇ બી.ડી. ભટ્ટ અને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ જે.પી. કણસાગરાના માર્ગદર્શન હેઠળ ટીમ કામગીરીમાં લાગી હતી. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪ આઇપીસી કલમ ૩૨૬,૩૦૨ તથા જી.પી. એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલ મયુરભાઈ હરખજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત જે મોરબી સબજેલનો કાચા કામનો કેદી હતો, તેને તા.૦૨/૦૨/૨૦૨૬ના રોજ ૭ દિવસની જામીન રજા મંજૂર કરવામાં આવી હતી. જામીન રજા પૂર્ણ થતાં તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન રહેતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે ખાનગી બાતમીના આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે મચ્છુ નદીના પાડાપુલ નીચે દરોડો પાડી આરોપી મયુરભાઈ હરખજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત ઉવ.૨૫ રહે. જેતપર તા.જી.મોરબી વાળાને ઝડપી હસ્તગત કરી મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!