Monday, February 16, 2026
HomeGujaratમોરબી નજીક કેનાલ ડેમમાં ન્હાવા ગયેલ યુવક ડૂબ્યો. ફાયર ટીમ દ્વારા શોધખોળ...

મોરબી નજીક કેનાલ ડેમમાં ન્હાવા ગયેલ યુવક ડૂબ્યો. ફાયર ટીમ દ્વારા શોધખોળ શરૂ

મોરબી ખાતે રફાળિયા મેળા નજીક કેનાલ ડેમમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનોમાંથી એક ૧૭ વર્ષીય સાહીલ દીપકભાઈ સોલંકી ડૂબી જવાની ઘટના સામે આવી છે. બપોરે ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળતા જ ફાયર ટીમ બોટ સાથે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં આજે બપોરે ૩ વાગ્યાની આસપાસ ૧૦૧ ફાયર કંટ્રોલરૂમમાં કોલ પ્રાપ્ત થયો હતો કે રફાળિયા મેળામાં ગયેલા ત્રણ યુવકો ત્યાં કેનાલ ડેમ ખાતે ન્હાવા ગયા હતા. જે ત્રણ પૈકી એક યુવક ડૂબી ગયો છે. જે બાબતે મળતી માહિતી મુજબ સાહીલ દીપકભાઈ સોલંકી ઉવ.૧૭ મૂળ નવાગામનો રહેવાસી અને હાલ મોરબીના નીલકમલ સોસાયટી જેલ રોડ પર રહેતો હોય જે મિત્રો સાથે મેળામાંથી ફરીને ડેમમાં ન્હાવા ઉતર્યો હતો. ત્યારે અચાનક પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે સાહીલ ડૂબી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ટીમ બોટ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ડેમમાં શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!