Monday, February 16, 2026
HomeGujaratમોરબીમાં ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન : ખાદ્ય પદાર્થો...

મોરબીમાં ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન : ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સનું નિ:શુલ્ક ટેસ્ટિંગ

મોરબીની શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઘર વપરાશની ચીજ વસ્તુઓનું સ્થળ પર જ ફ્રી ટેસ્ટિંગ કરી અપાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ‘The Purity Project: Science for Safer Living’ અંતર્ગત વિશેષ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. રોજિંદા જીવનમાં વપરાતા ખાદ્ય પદાર્થો અને કોસ્મેટિક્સ કેટલા સુરક્ષિત છે તે અંગે વૈજ્ઞાનિક જનજાગૃતિ લાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ સાયન્સ ફેરમાં નાગરિકો પોતાના ઘરેથી દૂધ, ઘી, તેલ, મધ, મીઠું, મસાલા, લીલા શાકભાજી, મીઠાઈ તેમજ નેલ પોલિશ, લિપસ્ટિક, મોઈશ્ચરાઈઝર જેવી બ્યુટી પ્રોડક્ટ્સના નમૂના લાવી શકશે. કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સ્થળ પર જ આ તમામ વસ્તુઓનું નિ:શુલ્ક ટેસ્ટિંગ કરવામાં આવશે. કાર્યક્રમ તા. 18 અને 19 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 7:30 થી બપોરે 12:30 સુધી કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબી ખાતે યોજાશે. ત્યારે કોલેજ પરિવાર દ્વારા મોરબીની જનતાને “ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન” માટે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!