મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પરસોતમ ચોકમાં શંકાસ્પદ એક કાળા કલરનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એ-૪૫૬૮ મોટર સાયકલ રેઢું મળી આવેલ હોય જેથી તે મોટર સાયકલમાં ટીંગાડેલ એક પ્લાસ્ટિકની થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૨,૨૧૪/-મળી આવેલ હોય, જેથી પોલીસે મોટર સાયકલ અને દારૂ સહિત રૂ.૨૨,૨૧૪/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









