Tuesday, February 17, 2026
HomeGujaratરાજકોટ-મોરબી બાયપાસ રોડ ઉપર અજાણી કારે મોપેડને હડફેટે લેતા બે ઘાયલ

રાજકોટ-મોરબી બાયપાસ રોડ ઉપર અજાણી કારે મોપેડને હડફેટે લેતા બે ઘાયલ

મોરબીના લક્ષ્મીનગર જઈ રહેલા બે કુટુંબી ભાઈને અકસ્માત નડ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં ઍક્સેસ મોપેડને પાછળથી ટક્કર મારી અજાણી કારણો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત મોપેડ ચાલકની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા મૌલિકભાઈ કાંતિભાઈ વિરપરિયા ઉવ.૨૫ અને તેમના કૌટુંબીક ભાઈ કુલદીપભાઈ વિરપરિયા ગઈ તા.૧૦/૦૨ના રોજ પોતાના સુઝુકી કંપનીના ઍક્સેસ રજી.નં. જીજે-૩૬-એએમ-૪૧૯૩ મોપેડમાં મોરબી પૂજાપાની ખરીદી કરવા આવ્યા હતા, જે બાદ તેઓ લક્ષ્મીનગર ગામ પરત જઈ રહ્યા હતા ત્યારે, રાજકોટ-મોરબી બાયપાસ હાઇવે રોડ ઉપર રિવર હોટલ સામે રોડ ઉપર પહોંચ્યા હશે ત્યારે પાછળથી ફૂલ સ્પીડમાં આવતી અજાણી કારના ચાલકે ઍક્સેસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોપેડ ચાલજ મૌલિકભાઈને માથાના ભાગે અને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળની સીટમાં બેસેલ કુલદીપભાઈને ચહેરા ઉપર તથા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણી કારણો ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!