Tuesday, February 17, 2026
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ લેતા મોત

વાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ લેતા મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા સિરામિકના લેબર ક્વાર્ટરમાં ૧૯ વર્ષીય યુવકે આર્થિક તંગીને લઈને માનસિક તણાવમાં આવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ વરમોરા સિરામિક યુનિટ-૦૩ના લેબર ક્વાર્ટરમાં રહેતા પીયુષ આનંદકુમાર અગ્નિહોત્રી ઉવ.૧૯ મૂળરહે.ટકરુપુર તા. ચક્કરનગર જી. ઇટાવા ઉત્તરપ્રદેશ વાળાએ ગઈકાલ તા.૧૬/૦૨ના રોજ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે માનસિક તણાવમાં રહેતો હોય જે બાબતનું લાગી આવતા આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!