હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક રોડ પર બાઈક સ્લીપ થતાં ૨૭ વર્ષીય યુવકનું મોત થયું છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વિપુલભાઈ હરજીભાઈ વધરકિયા ઉવ.૨૭ રહે. કડીયાણા તા. હળવદ વાળા ગત તા.૧૨/૦૨/૨૦૨૬ના રોજ પોતાના મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એએમ-૮૨૮૦ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે કડીયાણા ગામ પાસે દુધની ડેરી સામે રોડ ઉપર આવેલ વળાંક પાસે બાઈક પરનો કાબુ ગુમાવતા વાહન સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માતમાં વિપુલભાઈને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જેથી મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.









