ક્લસ્ટર મુજબ વિભાગીય અધ્યક્ષોના નંબર જાહેર, એપ અને વેબસાઈટ મારફતે તાત્કાલિક નોંધાશે ફરિયાદ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી માટે ફરિયાદોના ઝડપી અને અસરકારક નિવારણ માટે નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. અધિકૃત મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ સાથે ક્લસ્ટર મુજબ વિભાગીય અધ્યક્ષોના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેથી લોકો સીધો સંપર્ક કરી શકશે.
મોરબી શહેરમાં સુવ્યવસ્થા અને જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુસર મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે સુવ્યવસ્થિત પ્રણાલી અમલમાં મૂકી છે. નાગરિકો પોતાના વિસ્તારમાં ઊભી થતી કોઈપણ સમસ્યા મહાનગરપાલિકાની અધિકૃત મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈટ પર નોંધાવી શકે છે, જેથી ફરિયાદ સીધી સંબંધિત વિભાગ સુધી પહોંચે અને સમયસર કાર્યવાહી થાય. જાહેર જનતાની સુખાકારી માટે મહાનગરપાલિકાએ શહેરને વિવિધ ક્લસ્ટરમાં વહેંચી દરેક ક્લસ્ટર માટે જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર જાહેર કર્યા છે. નાગરિકો ઓફિસ સમય દરમિયાન સીધો સંપર્ક કરી પોતાની સમસ્યા રજૂ કરી શકે છે.
ક્લસ્ટર મુજબ સંપર્ક નંબર: ક્લસ્ટર નં.૧ અને ૧૦: સમીર સુમરા-૯૧૫૭૧ ૧૭૦૦૬, ક્લસ્ટર નં.૨ અને ૧૧: જાબીરહુશેન મનસુરી-૯૦૯૯૭ ૩૦૬૬૫, ક્લસ્ટર નં.૩: રાજલ ગોહેલ-૭૪૩૫૮ ૫૨૫૦૫, ક્લસ્ટર નં.૪ અને ૫: પાર્થ રાઠોડ-૯૩૧૩૦ ૫૫૨૭૭, ક્લસ્ટર નં.૭ અને ૮: જયદીપ રંકજા-૭૫૬૭૪ ૦૧૪૨૫, ક્લસ્ટર નં.૬ અને ૯: ખુશ રાજ્યગુરૂ-૯૩૨૭૨ ૯૫૦૯૬
વિભાગ મુજબ સંપર્ક નંબર: ઇલેક્ટ્રિક વિભાગ: નૈનેશ મહેતા-૯૩૨૮૮ ૮૮૨૩૮, રોડ અને બ્રિજ: નીરવ પટેલ-૮૧૬૦૯ ૨૮૮૪૧, પાણી પુરવઠો: સાગર રૂપાલા-૯૫૮૬૩ ૩૮૩૮૯, ભૂગર્ભ ગટર અને બગીચા: આશીષ રાઠોડ-૮૮૬૬૩ ૨૨૫૨૩, જર્જરીત બિલ્ડીંગ બાબત: પ્રતિક કૈલા-૮૮૬૬૩ ૩૬૨૭૩
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ફરિયાદોનું પારદર્શક, સમયસર અને અસરકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે. શહેરના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર નાગરિક સુવિધાઓ માટે મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ હોવાનું સીટી ઈજનેરે જણાવ્યું હતું.









