Friday, February 20, 2026
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ ઉપર બંદૂકની અણીએ ખેડૂત લૂંટાયો, સોનાનો ચેઇન, રોકડ અને...

મોરબીના લખધીરપુર રોડ ઉપર બંદૂકની અણીએ ખેડૂત લૂંટાયો, સોનાનો ચેઇન, રોકડ અને મોબાઇલ લઈ લૂંટારુઓ ફરાર

ડબલ સવારી મોટરસાયકલ પર આવેલા હિન્દીભાષી બે અજાણ્યા ઇસમોની શોધખોળ માટે પોલીસે જે તે સમયે નાકાબંધી સહિતની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના લખધીરપુર રોડ પર ગઈ તા.૧૩ ફેબ્રુઆરીના રોજ ઘરેથી ખેતરે મોટર સાયકલ ઉપર જઈ રહેલા ખેડૂતને ડબલ સવારી મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ આંતરી, બંદૂક લમણે રાખી દોઢ તોલાનો સોનાનો ચેઇન, રૂ.૫,૦૦૦/- અને ઓપો મોબાઇલ મળી કુલ રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવ ૧૩ ફેબ્રુઆરીએ સાંજે બન્યો હતો ત્યારે મોરબી પોલીસે નાકાબંધી સહિતની ગતિવિધિ શરૂ કરી હતી.

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ ઉવ.૪૬ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૧૩/૦૨ના રોજ સાંજે તેઓ પોતાના હોન્ડા સાઇન મોટરસાયકલ રજી. જીજે-૩૬-એએચ-૯૨૩૬ ઉપર પાનેલી તરફના કાચા માર્ગે પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમની પાછળ ડબલ સવારી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ સ્પીડ વધારી બુમ પાડી તેમને ઉભા રહેવાનું કહેતા ફરિયાદી માવજીભાઈએ મોટરસાયકલ ઉભું રાખતાં જ ડાબી સવારી આવેલ મોટર સાયકલમાં પાછળ બેઠેલો ઇસમ નીચે ઉતરી માવજીભાઈના ગળામાંથી આશરે દોઢ તોલાનો સોનાનો ચેઇન કિ.રૂ.૧.૫૦ લાખ ઝૂંટવી લીધો. ત્યારબાદ બીજા ઇસમે પોતાની પાસે રાખેલી બંદૂક માવજીભાઈના કપાળે રાખી, જે હોય તે આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશ” એવી ધમકી આપી હતી. માવજીભાઈ પાસેથી ખિસ્સામાં રહેલા રૂ.૫ હજાર અને ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૫ હજાર પણ છીનવી લેવામાં આવ્યા હતા. જે બાદ આરોપીઓએ તેમને લાફો મારી મોટરસાયકલની ચાવી વાડમાં ફેંકી દીધી અને ફરાર થઈ ગયા હતા. હાલ તાલુકા પોલીસે બંને આરોપી અજાણ્યા મોટર સાયકલ સવાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!