માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકા શાળા નજીક રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં આવતા આરોપી ધરમભાઈ પ્રભાતભાઈ અવાડીયા ઉવ.૨૪ રહે. અર્જુનનગર તા.માળીયા(મી) વાળાને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની ૪ નંગ બોટલ કિ.રૂ.૫,૮૦૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









