વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવ વિકાસ રેસિડેન્સી નજીમ ખુલ્લી ઓરડીઓની પાસે જાહેરમાં આરોપી જયદિપસિંહ હરીચંદ્રસિંહ ઝાલા ઉવ.૨૪ રહે.હાલ મકનસર ગોકુલનગર તા.જી.મોરબી મુળ રહે.ગામ ભોયકા તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળાને વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂની જેગુઆર વ્હિસ્કીની ૨૪ બોટલ કિ.રૂ.૨૬,૪૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. વિદેશી દારૂના કેસની તપાસમાં આ દારૂ મોકલનાર આરોપી અશોકભાઈ હિરાભાઈ ડાભી રહે.નવા ઢુવા તા.વાકાનેર જી.મોરબી વાળાનું નામ ખુલવા પામ્યું હતું, જેથી આ આરોપી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









