મોરબી તાલુકાના રંગપર(બેલા) ગામની સીમમાં આવેલ ખેત-તલાવડીમાં રમતા રમતા ૧ વર્ષીય બાળકી પાણીમાં પડી જતા ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોતની નોંધની પ્રાપ્ત વિગતો મુજબ, મીરાબેન મુકેશભાઈ માળી ઉવ.૦૧ રહે. રંગપર(બેલા) ગામ તા.જી.મોરબી વાળી ગઈકાલ તા.૨૮/૦૨ના રોજ રંગપર ગામની સીમમાં આવેલ ખેત-તલાવડી પાસે રમતી હતી ત્યારે અજાણતા પાણીમાં પડી જતા ડૂબી જતાં માસુમ બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવ બાદ બાળકીની લાશને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અ.મોત રજીસ્ટર કરી ઇન્ક્વેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.









