વિદ્યાર્થીઓના હક્ક અને ડ્રગ્સ વિરોધી અભિયાન માટે યુવાનો એકજૂટ.
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ નો તા.૨૮ ફેબ્રુઆરીના રોજ સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે બાહોશ વિદ્યાર્થી નવયુવાનો ટીમ સાથે જોડાયા હતા અને વિદ્યાર્થીઓ પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ નો પાયો નાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનેક બાહોશ વિદ્યાર્થી નવયુવાનો પોતાની ટીમ સાથે જોડાયા હતા અને સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સ્ટુડન્ટ વિંગ આવનારા સમયમાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય, અત્યાચાર અને વિવિધ પ્રશ્નો સામે બુલંદ અવાજ ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત મોરબી જીલ્લાની દરેક કોલેજોમાં ‘ASAP’ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે. સાથે જ હાલના સમયમાં યુવાધનમાં વધતા દારૂ અને ડ્રગ્સના પ્રભાવને ધ્યાનમાં રાખી વિશેષ ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન ચલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જીલ્લાના તમામ જાગૃત વિદ્યાર્થીઓને આ ટીમ સાથે જોડાઈ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું છે.









