Sunday, March 8, 2026
HomeGujaratહિટ એન્ડ રન: હળવદના દેવીપુર નજીક ટેન્કર હડફેટે રાહદારી યુવકનું મોત

હિટ એન્ડ રન: હળવદના દેવીપુર નજીક ટેન્કર હડફેટે રાહદારી યુવકનું મોત

હળવદ-મોરબી હાઈવે પર દેવીપુર ગામના પાટિયા નજીક ટેન્કર ચાલકે બેદરકારીથી વાહન હંકારી રાહદારી યુવકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ટ્રક ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દેવીપુર ગામ નજીક માર્ગ અકસ્માતમાં રાહદારી યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે નવા સુંદરગઢ ગામે રહેતા જગાભાઈ દેવાભાઈ ગૌતરે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના આસપાસ હળવદ-મોરબી હાઈવે રોડ પર દેવીપુર ગામના પાટિયા નજીક ગ્રો. એગ્રો સામે ચાલીને જતા તેમના કાકાના દીકરા મુનાભાઈને ટ્રક ટેન્કર નંબર જીજે-૩૯-ટીએ-૪૪૮૧ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મુનાભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ હળવદ પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!