Monday, March 9, 2026
HomeGujaratમોરબી નજીકથી કતલખાને લઈ જવાતા ૧૭ અબોલ જીવોને ગૌરક્ષકોએ બચાવ્યા:એક ઇસમ ઝડપાયો 

મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા ૧૭ અબોલ જીવોને ગૌરક્ષકોએ બચાવ્યા:એક ઇસમ ઝડપાયો 

મોરબી જિલ્લામાં ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન કતલખાને લઈ જવાતા ૧૭ અબોલ જીવોને બચાવવામાં આવ્યા છે. તેમજ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, આજે તા.૮ માર્ચ ૨૦૨૬ ના રોજ વહેલી સવારે કચ્છ તરફથી માળિયા માર્ગે મોરબી થઈને રાજકોટના મીતાણા વિસ્તારમાં કતલના ઇરાદે પશુઓને લઈ જવાતા હોવાની બાતમી મળતા બાતમીના આધારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત તથા હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા મોરબી વિસ્તારમાં નજર રાખી બેઠા હતા. ત્યારે કચ્છ તરફથી માળિયા માર્ગે આવતી GJ 36 V 3801 નંબરની ગાડી પર શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. બાદમાં મોરબી બાયપાસ ખાતે દલવાડી સર્કલ નજીક વાહનને રોકાવી તપાસ કરતા વાહનમાં ૧૭ જેટલા નાના-મોટા જીવોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વાહનચાલકની પૂછપરછ કરતા તેની પાસે પશુઓને પરિવહન કરવા માટે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ પશુઓ કચ્છમાંથી ભરવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ, આરોપીઓને મદદરૂપ થવા માટે બે કાર દ્વારા પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જેમાં સફેદ રંગની GJ03EL2506 નંબરની ટોયોટા ઇટિઓસ કાર ભાવિન પટેલ ચલાવી રહ્યો હતો. જ્યારે બીજી મારુતિ સુઝુકી બ્રેઝા કાર અરમાન ચલાવી રહ્યો હતો અને તેના સાથે આશિફ નામનો વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં ગૌરક્ષકો અને પોલીસની ટીમે વાહનને રોકી તમામ ૧૭ પશુઓને બચાવી લીધા હતા. તેમજ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંબંધિત વાહનો કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!