Tuesday, August 4, 2026
HomeGujaratસુરત શહેર પોલીસના 'ઓપરેશન મુસ્કાન'ને મોટી સફળતા: જુલાઈ મહિનામાં 274 ગુમ અને...

સુરત શહેર પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’ને મોટી સફળતા: જુલાઈ મહિનામાં 274 ગુમ અને અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓને શોધી કાઢ્ય

સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મુસ્કાન’ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. જુલાઈ-2026 દરમિયાન માત્ર એક જ મહિનામાં ગુમ અથવા અપહરણ થયેલા કુલ 274 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક તથા પોલીસ કમિશનર વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર ડૉ. કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા અને મિસિંગ સેલની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. વર્ષો જૂના ગુમ અને અપહરણના કેસોના દસ્તાવેજો તપાસી ફરીયાદીઓ, સાક્ષીઓ તેમજ સ્થાનિક પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ કરવામાં આવી હતી.

જુલાઈ મહિનામાં શોધી કાઢવામાં આવેલા 274 પૈકી 52 બાળકો (23 છોકરા અને 29 છોકરીઓ) તેમજ 222 પુખ્ત વ્યક્તિઓ (133 મહિલાઓ અને 89 પુરુષો)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય જિલ્લા અને રાજ્યોના બે ગુમ થયેલા વ્યક્તિઓને પણ શોધી કાઢવામાં આવ્યા હતા.

સુરત શહેર પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી જુલાઈ-2026 દરમિયાન કુલ 1,442 ગુમ અથવા અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે. તેમાં 455 બાળકો અને 987 પુખ્ત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓના કેસોમાં વધુ સંવેદનશીલતા દાખવી અસરકારક તપાસ ચાલુ રાખવા સૂચના આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!