Monday, March 9, 2026
HomeGujaratહળવદમાં ભાણીનું બાવડું પકડ્યાનો આક્ષેપ કરી દુકાનદારે દાદા-દાદી સાથે ઝપાઝપી કરી

હળવદમાં ભાણીનું બાવડું પકડ્યાનો આક્ષેપ કરી દુકાનદારે દાદા-દાદી સાથે ઝપાઝપી કરી

પૌત્ર ઉપર આક્ષેપ કરી વૃદ્ધ દંપતીને ગાળો ભાંડી ધક્કામુકી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદમાં બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં પૌત્રે દુકાનદારની ભાણીનું બાવડું પકડ્યાનો આક્ષેપ કરી દુકાનદારે રાત્રે ફરીયાદી વૃદ્ધના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. બોલાચાલી દરમિયાન દાદા-દાદી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ શહેરમાં નાસ્તાની દુકાનમાં બનેલી એક ઘટનાને લઈ બાદમાં દુકાનદાર દ્વારા ઘરે જઈ ઝઘડો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બસ સ્ટેશન પાછળ રહેતા નાનજીભાઈ છગનભાઈ પરમાર ઉવ.૭૧ વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમના નાના દીકરા શૈલેષનો દીકરો સાંજના સમયે આરોપી જયેશભાઈ કાળુભાઈ પરમારની દુકાને નાસ્તો લેવા ગયો હતો. તે સમયે દુકાનમાં આરોપીની ભાણી હાજર હતી. બાદમાં રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે આરોપી જયેશભાઈ પરમાર હાથમાં ધોકો લઈને ફરીયાદીના ઘરે આવી દરવાજા પર ધોકો મારી તેમના પૌત્રે પોતાની ભાણીનું બાવડું પકડ્યાનો આક્ષેપ કરી બોલાચાલી શરૂ કરી, ગાળો આપી ઝપાઝપી કરી હતી અને આ દરમિયાન વચ્ચે પડેલ ફરીયાદીના પત્ની મીઠીબેનને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારે પરિવારજનો તથા પાડોશીઓ વચ્ચે પડતા આરોપી જયેશભાઇ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી જયેશભાઇ પરમાર રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળા વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!