Monday, March 9, 2026
HomeGujaratહળવદમાં અલ્ટો કારમાંથી ૩૦૦ બિયર ટીન સાથે બે શખ્સ ઝડપાયા

હળવદમાં અલ્ટો કારમાંથી ૩૦૦ બિયર ટીન સાથે બે શખ્સ ઝડપાયા

ઇંગરોળા-મયાપુર રોડ પર પોલીસે કાર સહિત રૂ.૨.૬૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ નજીક ઇંગરોળા-મયાપુર રોડ પર પોલીસે અલ્ટો કારમાંથી ૩૦૦ બિયરના ટીન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે કાર સહિત કુલ રૂ.૨.૬૩ લાખનો મુદામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઇંગરોળા-મયાપુર રોડ ઉપર નર્મદા કેનાલના નાલા પ્રકાશનગરથી આવતા રોડ ઉપર પસાર થતી અલ્ટો કાર રજી.નં. જીજે-૦૫-જેઆર-૯૬૬ને રોકી તેની તલાસી લેતા તેમાંથી કિંગફિશર અને માઉન્ટન એમ બે અલગ અલગ બ્રાન્ડના ૩૦૦ નંગ બિયરના ટીન કિ.રૂ.૬૩,૭૨૦/- મળી આવ્યા હતા. જેથી હળવદ પોલીસે અલ્ટો કાર ચાલક આરોપી સુરેશભાઇ કંદુભાઇ રાઠવા ઉવ ૩૧ હાલ રહે. નવા ઇશનપુર ગામે અવચરભાઇના મકાને તા.હળવદ મુળરહે. ગામ કેલદ્રા તા.કંવાટ જી.છોટાઉદેપુર તથા કારમાં સવાર આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મુન્નો ભીમાભાઇ જીંજુવાડીયા ઉવ.૩૨ રહે.ગામ નવા ઇશનપુર તા.હળવદ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. આ સાથે પોલીસે અલ્ટો કાર કિ.રૂ.૨ લાખ સહિત રૂ.૨,૬૩,૭૨૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!