Wednesday, March 11, 2026
HomeGujaratસુરત સ્થિત સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે પૂર્વ સૈનિકોના પુત્રોની અરજીઓ મંગાવાઈ

સુરત સ્થિત સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ માટે પૂર્વ સૈનિકોના પુત્રોની અરજીઓ મંગાવાઈ

ધોરણ-૮ કે તેથી ઉપર અભ્યાસ કરતા પૂર્વ સૈનિકોના પાત્રતા ધરાવતા પુત્રોના ફોર્મ માટે મોરબી જીલ્લા સૈનિક કલ્યાણ કચેરીનો સંપર્ક કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

સુરત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના પુત્રો માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાના ઉમદા હેતુથી ‘ગૌરવ સેનાની ભવન’ ખાતે ‘સૈનિક કુમાર છાત્રાલય’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા વાલીઓએ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતનો રૂબરૂ સંપર્ક કરી પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી તમામ વિગતો ભરીને સત્વરે કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. સૈનિકોના સંતાનોને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ અને સગવડ મળી રહે તે માટે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવેશ પ્રક્રિયા, નિયમો અને અન્ય વિસ્તૃત વિગતો માટે નાગરિકોએ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા મોબાઈલ નંબર ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવા સુરત જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!