Monday, July 6, 2026
HomeGujaratજોધપર(નદી) ગામે ખેડૂતની નજર સામે જ બાઇકની ચોરી, અજાણ્યા શખ્સ સામે ગુનો...

જોધપર(નદી) ગામે ખેડૂતની નજર સામે જ બાઇકની ચોરી, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના જોધપર(નદી) ગામની સીમમાં ખેડૂત વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામે જ અજાણ્યો શખ્સ સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરીને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જોધપર(નદી) ગામના વાસુદેવભાઈ બચુભાઈ રાજપરા ઉવ.૪૮ એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ૧ જુલાઈએ સવારે પોતાની વાડી પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ડીઈ-૩૮૬૯ પાર્ક કરીને ખેતીકામ કરી રહ્યા હતા. થોડા સમય બાદ મોટરસાયકલ ચાલુ થવાનો અવાજ આવતા તેઓ બહાર દોડી આવ્યા ત્યારે લાલ શર્ટ પહેરેલો અજાણ્યો શખ્સ તેમનું બાઇક લઈને ભાગી રહ્યો હતો. બૂમો પાડવા છતાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં શોધખોળ છતાં બાઇક ન મળતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!