Wednesday, March 11, 2026
HomeGujaratરેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ મોરબી એસપીનું કડક પગલું :ફરિયાદ નોંધવામાં...

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ મોરબી એસપીનું કડક પગલું :ફરિયાદ નોંધવામાં બેદરકારી બદલ ASI સસ્પેન્ડ

મોરબી જિલ્લામાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવવાના આરોપસર મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સબળસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગંભીર નોંધ લઈ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ અનુસંધાને એએસઆઈ સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ મોરબી જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ કર્મચારીઓમાં સખત સંદેશો ગયો છે કે ફરજમાં બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જિલ્લા પોલીસ વડા દ્વારા લેવાયેલા આ કડક પગલાંને પગલે પોલીસ તંત્રમાં શિસ્ત જળવાઈ રહે અને પ્રજાને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયાસો વધુ મજબૂત બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!