Thursday, March 12, 2026
HomeGujaratમોરબીના પંચાસર ચોકડી નજીક ઓરડીમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ સાથે દહાડીએ રાખેલ...

મોરબીના પંચાસર ચોકડી નજીક ઓરડીમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ સાથે દહાડીએ રાખેલ એક પકડાયો

દેશી દારૂના જથ્થાનો માલીક તથા સપ્લાયરના નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પંચાસર ચોકડી નજીક આવેલ ઓરડીમાં રેઇડ કરતા, જ્યાંથી ૧૦૦ લીટર દેશી દારૂ સાથે દારૂ વેચાણ કરવા રાખેલ રોજમદારની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં દેશી દારૂના જથ્થાના માલીકની તેમજ દારૂ આપી જનાર એમ બે શખ્સોને નામ ખુલતા, ક્રાઇમ બ્રાંચ પોલીસે તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમને બાતમી મળી કે, મયુર બટુકભાઈ વાઘેલા પંચાસર ચોકડી પાસે આવેલ ઓરડીમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે એલસીબી ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા, જે ઓરડીમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦ હજાર સાથે આરોપી મયુરભાઈ બટુકભાઈ વાઘેલા ઉવ.૩૯ રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી-૨ વાળાની અટક કરવામાં આવી હતી.

આરોપીની સઘન પૂછપરછમાં દેશી દારૂનો ધંધો અશોકસિંહ હનુભા ઝાલા રહે. મૂળ નસીતપર તા.ટંકારા હાલ રહે રતનપર તા.જી.રાજકોટ વાળાનો હોય અને પોતે દરરોજના ૭૦૦/- લેખે દારૂ વેચવાનું કામ કરતો હોય, જ્યારે આ દેશી દારૂનો જથ્થો દિલવારસિંહ ઉર્ફે ગોપી ઝાલા રહે. નસીતપર તા.ટંકારા વાળો આપી ગયા હોવાની કબૂલાત આપી હતી. હાલ એલસીબી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!