મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ માર્કેટિંગ યાર્ડના ગેઇટ પાસે રોડ ઉપર એક હોન્ડા સાઈન મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એફજી-૬૪૭૬ માં એક ઈસમ પ્લાસ્ટિકનું બાચકું લઈને શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી પોલીસે તેની તલાસી લેતા, બાચકામાંથી ૨૪ લીટર દેશી દારૂ કિ.રૂ.૪,૮૦૦/- મળી આવ્યો હતો. જેથી મોટર સાયકલ ચાલક આરોપી રવિભાઈ નટુભા ગજર ઉવ.૪૫ રહે. મોરબી ગ્રીન ચોક પારેખ શેરી મોરબી વાળાની અટક કરવામાં આવી હતી, જ્યારે દેશી દારૂનો જથ્થો મહિલા આરોપી સહેનાઝબેન સાલેમામદ ભગાર રહે.રણછોડનગર મોરબી વાળાએ વેચાણ કરવા અર્થે આપ્યો હતો. હાલ પોલીસે મોટર સાયકલ તથા દેશી દારૂ સહિત કુલ રૂ.૧૯,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









