મોરબીના શનાળારોડ સ્થિત જીઆઇડીસીમાં આવેલ જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ડિઝલના ખાલી બેરલ કાપતી વખતે આગ લાગતા ગંભીર રીતે દાઝેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, બનાવ મામલે શહેર પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબીના જીઆઈડીસીમાં આવેલ જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા મુળ અસરફાબાદ તા.ખાલીલાબાદ જી.કબીરનગર ઉત્તરપ્રદેશના વતની બાબુરામ બેચુભાઇ વિશ્વકર્મા ઉવ.૫૫(ઉ.વ.૫૫) વાળા ગત તા.૧૭/૦૩/૨૦૨૬ના રોજ સવારે લગભગ દસ વાગ્યાના આસપાસ તેઓ ડિઝલના ખાલી લોખંડના બેરલને વેલ્ડિંગ દ્વારા કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આગ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તા.૨૪/૦૩/૨૦૨૬ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









