Thursday, March 26, 2026
HomeGujaratમોરબીમાં ઘરવિહોણા માટે યુસીડી શાખાની નાઈટ ડ્રાઈવ, ૩૦ લોકોને આશ્રયગૃહમાં સ્થળાંતર કરાયા.

મોરબીમાં ઘરવિહોણા માટે યુસીડી શાખાની નાઈટ ડ્રાઈવ, ૩૦ લોકોને આશ્રયગૃહમાં સ્થળાંતર કરાયા.

મોરબી મહાનગરપાલિકાની યુસીડી શાખા દ્વારા વધુ એક નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂટપાથ પર રહેતા ૩૦ જેટલા ઘરવિહોણા લોકોને સમજાવી આશ્રયગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની યુસીડી શાખા દ્વારા રાત્રિના સમયે નાઈટ ડ્રાઈવ યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોને શોધી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું. તેમને મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં રહેવા માટે પ્રેરિત કરી કુલ ૩૦ લોકોને તેમના પરિવાર સાથે ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ આશ્રયગૃહમાં નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે મહાનગરપાલિકાએ વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!