મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયાના અવસાનથી રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનું બેસણું ગુરુવારના રોજ મોરબી અને સરવડ ખાતે યોજાશે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા (ઉં.વ. 59)નું ગઈકાલે તા. 30-03-2026ના રોજ અવસાન થયું હતું. તેઓ રજનીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાઈ, વિશાલભાઈના પિતા તેમજ હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચિખલીયા અને રવિભાઈ મહેન્દ્રભાઈ ચિખલીયાના કાકા/ભાઈજી હતા. તેમનું સદગતનું બેસણું તા.02-04-2026 ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધી જય દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે તથા બપોરે 4:00 થી 6:00 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે. મોબાઇલ નં.9825269966 અને 9712655559









