Thursday, April 2, 2026
HomeGujaratમોરબી: દત્તક લીધેલ વિદ્યાર્થિનીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો સતત સહયોગ

મોરબી: દત્તક લીધેલ વિદ્યાર્થિનીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો સતત સહયોગ

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીએ દત્તક લીધેલી નર્સિંગની વિદ્યાર્થિનીની બીજા વર્ષના સેમેસ્ટરની ફી ચૂકવીને તેના અભ્યાસને સતત સહયોગ આપી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -
- Advertisement -

સમાજસેવામાં અગ્રેસર મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શિક્ષણક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યુ છે. સંસ્થાએ અગાઉ દત્તક લીધેલી એક નર્સિંગની વિદ્યાર્થિનીના પ્રથમ વર્ષના અભ્યાસની સંપૂર્ણ ફી ભર્યા બાદ હવે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરની ફી પણ ચૂકવીને તેની શિક્ષણયાત્રાને મજબૂત બનાવી છે. આ વિદ્યાર્થિની આર્થિક સંજોગોને કારણે અભ્યાસમાં અવરોધનો સામનો કરી રહી હતી, પરંતુ સંસ્થાના સહયોગથી હવે તે નિરાંતે પોતાના નર્સિંગ અભ્યાસને આગળ વધારી રહી છે. સંસ્થાનું આ કાર્ય માત્ર આર્થિક મદદ પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા વધારતું મહત્વપૂર્ણ પગલું છે. મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોના જણાવ્યા મુજબ, શિક્ષણ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવી એ તેમની મુખ્ય પ્રાથમિકતા છે. આ સાથે સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવાની અને વધુ વિદ્યાર્થીઓને મદદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!