Thursday, April 2, 2026
HomeGujaratમોરબીના રાજપર ગામ નજીક ૪૦૦ લીટર દેશી દારૂ પકડાયો, આરોપી ફરાર

મોરબીના રાજપર ગામ નજીક ૪૦૦ લીટર દેશી દારૂ પકડાયો, આરોપી ફરાર

મોરબીના રાજપર ગામ નજીક પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ મથક ટીમને ખાનગીરાહે બાતમી મળી કે, કપિલસિંહ ભીખુભા ઝાલા રહે. શકત શનાળા વાળાએ રાજપર ગામની સીમમાં જીઆઇડીસી પાછળ બાવળની કાંટમાં દેશી દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા, જ્યાંથી પ્લાસ્ટિકના મોટા ૧૦ બાચકામાં ૨૦૦ એમએલ.ની ૨૦૦૦ નંગ કોથળી જેમાં દેશી દારૂ ૪૦૦ લીટર કિ.રૂ.૮૦ હજાર મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી કપિલસિંહ હજાર નહિ મળી આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!