મોરબી તાલુકા પોલીસને બાતમી મળી કે, ઉંચી માંડલ ગામે વીડી વિસ્તારમાં આરોપી અજય ઉર્ફે બુધો શામજીભાઈ ઝંઝવાડીયા અને વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ ઝંઝવાડીયા બંને રહે. મોરબી વાળા માણસો રાખી દેશી દારૂનું વેચાણ કરતા હોય છે. જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાં બે ઈસમો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા સામે આવ્યા હતા. ત્યારે પોલીસને દૂરથી જોઈ બે પૈકી એક ઈસમ નાસી ગયો હતો. જ્યારે આરોપી સતિષભાઈ બાબુભાઇ વેસરા ઉવ.૧૯ રહે.ધરમપુર તા.જી.મોરબી વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી ૯૬ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૯,૨૦૦/- તથા એક સાઈન મોટર સાયકલ કિ.રૂ. ૯૦ હજાર તેમજ એક મોબાઇલ સહિત રૂ.૧,૧૪,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં પોલીસને દૂરથી ભાગી ગયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગટો કાટોડીયા રહે. ઉંચી માંડલ તેમજ મુખ્ય આરોપીઓ વાલજીભાઈ ઉર્ફે વાળો તથા અજયભાઈ ઉર્ફે બુધો રહે.બંને મોરબી વાળાના નામની કબુલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓને ફરાર દર્શાવી આગળની તજવીજી શરૂ કરી છે.









