Thursday, April 2, 2026
HomeGujaratટંકારાના ઓટાળા ગામે જમીન માપણી મામલે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારાના ઓટાળા ગામે જમીન માપણી મામલે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

બંને પક્ષે હુમલા અને ધમકીના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ઓટાળા ગામે શેઢાની જમીન માપણી મામલેના મનદુઃખે બે પાડોશી પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો જે મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષે એકબીજા સામે હુમલા, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાથે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે એક મહિલા સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખોડાપીપર જવાના રસ્તે આવેલી “પાતળી” સીમ વિસ્તારમાં શેઢાની જમીન માપણી બાબતે જૂના મનદુખને લઈને બે પડોશી પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. જે બાબતની પ્રથમ ફરિયાદ મુજબ, ભરતભાઈ પરસોતમભાઈ દેસાઈ ઉવ.૫૨ આરોપી કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર અને આયુષ કનુભાઈ ગોલતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપીઓ દ્વારા ફરિયાદીને ગાળો આપી પકડી રાખી ઢીકા-પાટાનો માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી આયુષ ગોલતરે ઈકો કારમાંથી ધોકો કાઢી તેમના પગમાં ઈજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ, સામાપક્ષે કનુભાઈ બચુભાઈ ગોલતરે ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ ભરતભાઈ દેસાઈ, હેમરાજભાઈ દેસાઈ અને ભરતભાઈની પત્નીએ તેમના દીકરા આયુષને ગાળો આપી માર માર્યો હતો તેમજ કપડા ફાડી નાખ્યા હતા. સાથે જ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. હાલ ટંકારા પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે એક મહિલા આરોપી સહિત કુલ છ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!