Thursday, April 2, 2026
HomeGujaratમોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ટંકારા તાલુકાના મોટા રામપર ગામે આવેલ નારીચાણીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મંદિરમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના, હનુમાન ચાલીસા પાઠ અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

ઉજવણી દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને “જય હનુમાન”ના જયઘોષથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ગામના આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ સહકાર આપવામાં આવ્યો હતો. તેમ જગ્યા ના મહંત ભરતદાસબાપુ કુબાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!