Friday, April 3, 2026
HomeGujaratમાળીયા(મી)ના મોટા દહીંસરા ગામે તળાવમાં ડૂબી જતા ૧૮ વર્ષીય યુવતીનું મોત

માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે તળાવમાં ડૂબી જતા ૧૮ વર્ષીય યુવતીનું મોત

માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે તળાવમાં ન્હાવા ગયેલી ૧૮ વર્ષીય યુવતીનું ડૂબી જવાથી દુઃખદ મોત નિપજ્યું છે. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે આવેલ નાના તળાવમાં એક કરુણ બનાવ બન્યો હતો. જેમાં ત્રાજપર ગામે રહેતા પુજાબેન મનુભાઈ દેવજીભાઈ કુવરીયા ઉવ.૧૮ કપડા ધોવા માટે તળાવ પાસે ગઈ હતી. દરમિયાન તે તળાવમાં ન્હાવા માટે ઉતરી હતી, પરંતુ ન્હાતા ન્હાતા અચાનક પાણીમાં ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા યુવતીને બહાર કાઢી તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુના બનાવ અંગે મૃતકની માતા રંજનબેન મનુભાઈ દેવજીભાઈ કુવરીયાએ જાહેર કરેલ વિગતો ને આધારે માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!