Friday, April 3, 2026
HomeGujaratમોરબીમાં નકલી દૂધ-પનીરનો પગ-પેસારો, ગ્રાહક સુરક્ષા મંડળે કાર્યવાહી માટે માંગ કરી

મોરબીમાં નકલી દૂધ-પનીરનો પગ-પેસારો, ગ્રાહક સુરક્ષા મંડળે કાર્યવાહી માટે માંગ કરી

જન આરોગ્ય સાથે ચેડાની આશંકા, મનપા કમિશ્નરને લેખિત રજૂઆત.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નકલી દૂધ અને પનીરના વધતા કારોબાર અંગે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મનપા કમિશ્નરને રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે ફરી એક વખત ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મનપા કમિશ્નરને લેખિત રજૂઆત કરીને શહેરમાં નકલી દૂધ, નકલી પનીર તથા ભેળસેળયુક્ત દૂધના વધતા વેપાર અંગે ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું કે દૂધ રોજિંદા જીવનમાં અત્યંત મહત્વનો ખોરાક છે અને દર્દીઓ માટે પણ જરૂરી છે, ત્યારે આવી ભેળસેળ જનઆરોગ્ય માટે જોખમકારક બની શકે છે. ફૂડ વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીની પ્રશંસા સાથે તેમણે વધુ સઘન તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!