મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લીલાપર રોડ ઉપર કાળીપાટ વોકળાના કાંઠે દેશી દારૂ ૨૫ લીટર તેમજ ૩૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો સહિત કુલ રૂ. ૧૨,૫૦૦/-ના જથ્થા સાથે આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ભુવો મનુભાઈ વાધાણી રહે.લીલાપર રોડ, કારીપાટ વિસ્તાર વોકળા કાંઠે મોરબી વાળાની અટક કરી હતી. આ સાથે એલસીબી પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.









