હળવદ તાલુકાના સુંદરગઢ અને કડીયાણા વચ્ચે મોરબી હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેઇલરે બાઈકને ટક્કર મારતા ૫૦ વર્ષીય ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના આ બનાવ અંગેની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના સુંદરગઢ અને કડીયાણા ગામ વચ્ચે નીઓની પેપર મિલના ગેટ નજીક મોરબી હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા ઉવ.૫૦ રહે. નવી શીરોઈ તા.હળવદ વાળા પોતાનું મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-પી-૦૩૯૮ લઈને જતા હતા ત્યારે સામે તરફથી ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૦૯૯૭ ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં બેદરકારીપૂર્વક અને પુરઝડપે ચલાવી આવી બાઈકને ટક્કર મારતા, ફરિયાદી મેરૂભાઈને માથા અને નાકના ભાગે ઈજા પહોંચી હતી તેમજ હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્ત મેરુભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









