વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરા નજીક આશરે ૪૦ થી ૫૦ વર્ષના અજાણ્યા પુરુષનું કોઈ બિમારીને કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મેઉટયુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી મૃતકના વાલી વારસ શોધવા કવાયત શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના ભલગામ વિસ્તારમાં નવાપરા નજીક હોટલ આઇ કુપા સામે આદિત્ય લોખંડના કારખાનાની દિવાલ પાસે કોઈ બીમાટી સબબ અજાણ્યા પુરુષનું મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકની ઉંમર આશરે ૪૦થી ૫૦ વર્ષ હોવાનું અનુમાન છે. ત્યારે સ્થાનિક જોરૂભાઈ સોમલાભાઈ ખાચરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું કોઈ બિમારીના કારણે મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી મૃતકની ઓળખ સને તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.









