Sunday, April 5, 2026
HomeGujaratમાળીયા(મી) નજીક કારમાંથી ૫.૫૦ લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો, એક નાસ્યો

માળીયા(મી) નજીક કારમાંથી ૫.૫૦ લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો, એક નાસ્યો

ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કારમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની ૪૨૦ બોટલ સહિત કુલ ૧૫.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી માળીયા(મી) પોલીસ.

- Advertisement -
- Advertisement -

માળીયા (મી) પોલીસને બાતમી મળેલ કે વિદેશી દારૂ ભરેલ કાર કચ્છથી જામનગર જવાની હોય જેથી પોલીસ દ્વારા ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક વોચમાં રહી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું, તે દરમિયાન બાતમી મુજબની કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૪૨૦ બોટલ સાથે પોલીસે એક આરોપીને સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂ, કાર તથા મોબાઈલ સહિત કુલ રૂ.૧૫.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માળીયા(મી) પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ૪૨૦ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે કાર રોકતા ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ એક આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઇ પરમાર ઉવ.૨૮ રહે.કીડીયાનગર તા.રાપર જી.કચ્છ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે તેનો સાથી જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા(ભાનુશાળી) રહે.જામનગર વાળો ફરાર થઈ ગયો હતો. ત્યારે કારની તલાસી લેતા, કારમાં બનાવેલા ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની અને ક્ષમતાની ૪૨૦ નંગ દારૂની બોટલો કિ.રૂ.૫,૫૦,૮૦૦/- મળી આવી હતી. હાલ પોલીસે વિદેશી દારૂ ઉપરાંત કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧૫,૫૮,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂ આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો કચ્છમાં માંડવી જવાના રસ્તેથી ભરી લાવી જામનગરમાં ભાગીદારીમાં છૂટક વેચાણ કરવા માટે લઈ જવાના આવતો હોવાની કબૂલાત આપી હતી. હાલ માળીયા(મી) પોલીસે નાસી ભાગી ગયેલ આરોપીને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!