મોરબી તાલુકા પોલીસનો દરોડો, રૂ. ૧૫,૯૪૫નો વિદેશી દારૂ કબ્જે.
મોરબી તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે રંગપર ગામે જયેશભાઈ ઉર્ફે જય જંજવાડીયાના રહેણાંક મકાનની પાછળ રેઇડ કરી વોકરામાંથી વિદેશી દારૂની નાની મોટી અલગ બ્રાન્ડની ૫૫ બોટલ કિ.રૂ.૧૫,૯૪૫/- ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી જયેશભાઇ ઉર્ફે જય દિનેશભાઇ જંજવાડીયા રહે.રંગપર સુરાપુરાના મંદિર પાસે તા.જી.મોરબી વાળો હાજર નહિ મળી આવતા પોલીસે ઉપરોક્ત આરોપી તથા તપાસમાં ખુલ્લે તેમની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









