લાઈટનું કામ કરતી વખતે કરંટ લાગતા નીચે પટકાયેલ વાડી-માલીકનું ૪૦ દિવસ બાદ અમદાવાદ સારવાર દરમિયાન મોત.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા ગત તા. ૦૧/૦૨/૨૦૨૬ના રોજ પોતાની વાડીએ પાણી વાળતા સમયે વીજ થાંભલે ચડી લાઈટનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કરંટ લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા. અકસ્માત બાદ તેમને બેભાન હાલતમાં પહેલા મોરબીની હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં અને અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે લાંબી સારવાર બાદ તા. ૨૨/૦૩/૨૦૨૬ના રોજ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા પાસેથી ટંકારા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.









