ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં આવેલા શ્રી નિલકંઠ પ્રિન્ટપેક કારખાનામાં કામ કરતા શ્રમિકનું ચક્કર આવી પડી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના સરખોહ ગામ તા.જી.ગુનાના વતની હાલ શ્રી નીલકંઠ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર ગત તા. ૩૧/૦૩/૨૦૨૬ની રાત્રે કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા ગયા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા, જેમાં તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટના બાદ તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









