વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા જફરુંદીન અલીભાઈ શેરસીયા ઉવ.૩૫ વાંકાનેર શહેરમાં ગ્રીન ચોકમાં આવેલ મિસાઇખી ચેમ્બરમાં એરકન્ડિશનની દુકાનમાં વેપાર ધંધો કરે છે.ત્યારે ગત તા ૨૭/૦૩/૨૦૨૬ના રોજ પોતે પોતાનું હોન્ડા ડ્રીમ યુગા રજી.નં. જીજે-૦૩-એફએલ-૧૩૫૯ વાળું લઈને ઉપરોક્ત પોતાની દુકાને આવ્યા હતા, ત્યારે તેમને પોતાનું બાઇક વાંકાનેર તાલુકા શાળાના મેદાનમાં પાર્કિંગની જગ્યાએ પાર્ક કરેલ હતું, જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઉપરોક્ત મોટરસાયકલ ચોરી કરી લઈ ગયા હતા. નિયમ મુજબ ફરિયાદીએ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ ગઈકાલ તા.૦૫/૦૪ના રોજ રૂબરૂ વાંકાનેર સીટી પોલીસ મથકે મોટરસાયકલ ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









