વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે તરકીયા ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આશરે ૧૬૦૦ લીટર ઠંડા આથા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે આરોપી સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તરકીયા ગામની સીમમાં આવેલ ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલ ઠંડો આથો ૧૬૦૦ લીટર કિ.રૂ.૪૦હજાર સાથે આરોપી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે. તરકીયા ગામ તા. વાંકાનેર વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









