મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કેશરબાગ નજીક પાણીના ટાંકામાં પડી જતાં ૫૮ વર્ષીય પ્રૌઢનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ટપુભાઈ વાધેલા ઉવ.૫૮ નામના પ્રૌઢનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું. જેમાં ગઈકાલ તા.૦૫/૦૪/૨૦૨૬ના રોજ મૃતક રાજુભાઇ ટાંકા પાસે ગયા ત્યારે તે સમયે અચાનક પાણીના ટાંકામાં પડી ગયા હતા. હ બી ડિવિઝન પોલીસે અ. મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









