જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ તથા ડી.વાય.એસ.પી. જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશન ગુનાના આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (રહે. શકતશનાળા લાયન્સનગર, મોરબી)ને ભક્તિનગર સર્કલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ લૂંટ, હત્યાના પ્રયાસ અને પ્રોહીબિશન સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી જોડીયા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









