Monday, April 6, 2026
HomeGujaratમોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ લૂંટના ગુનામાં ૩૦ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી...

મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ લૂંટના ગુનામાં ૩૦ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટ અને લૂંટની કોશિશના બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. તથા મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1996 અને 1997માં નોંધાયેલા લૂંટ અને લૂંટની કોશિશના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઈ બીલવાલ (રહે. મંડલી બડી, જિલ્લા જાબુઆ (મધ્યપ્રદેશ))ને તેના રહેણાંક સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!