Tuesday, April 7, 2026
HomeGujaratમોરબીમાં ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ‘શ્રી કમલમ’ ખાતે યોજાઈ

મોરબીમાં ભાજપના ૪૭મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ‘શ્રી કમલમ’ ખાતે યોજાઈ

મુખ્ય વક્તા બાબુભાઈ જેબલિયાનો કાર્યકરોને સંદેશ- સ્થાનીક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી જ સજ્જ થઈ, ભાજપના વિજય રથને આગળ લઈ જાઓ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભાજપના ૪૭મા સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય કિશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ પાર્ટીની ગૌરવયાત્રાને યાદ કરી કાર્યકરોને આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવવા એકજૂટ થવા આહ્વાન કર્યું હતું. વિવિધ આગેવાનોના પ્રેરણાદાયક સંબોધન વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિતિ રહી ઉત્સાહ દેખાડ્યો હતો.

મોરબી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ૪૭મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ભાજપની ૪૭ વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ” ભાજપના દરેક કાર્યકર્તા માટે માત્ર સૂત્ર નહિ પરંતુ કાર્યશક્તિનો આધાર છે. સાથે જ તેમણે આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને વિજયી બનાવવા કાર્યકરોને સક્રિય બની કાર્ય કરવાની હાકલ કરી હતી.

જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નથી, પરંતુ જ્યાં સામાન્ય કાર્યકર્તા પણ દેશના વડાપ્રધાન બની શકે તેવી સાચી લોકશાહી ધરાવતો પક્ષ છે. જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ પણ ભાજપને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાથી જનસેવા કરતું માધ્યમ ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ હંસાબેન પારેઘી, પૂર્વ પ્રમુખ રઘુભાઈ ગડારા, પ્રદીપ વાળા સહિત જીલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઉજવણીમાં જીલ્લાના તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડળ સ્તરના હોદ્દેદારો તેમજ તાલુકા, જીલ્લા અને મહાનગરના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!